- Home
- Standard 11
- Chemistry
નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરિત અસરો વિશે ટૂંકમાં જણાવો.
Solution
હાલના સમયમાં કીટનાશને બદલે નીંદામણ નાશકો જેવા કે, સોડિયમ ક્લોરેટ $(NaClO_4)$, સોડિયમ આર્સિનાઇટ $(Na_2AsO_3)$ અને બીજા અન્ય નીંદામણ નાશકોનો ઉપયોગ વધ્યો છે.
યાંત્રિકથી રાસાયણિક નીંદામણ નિયંત્રણ તરફના બદલાવને કારણે ઉદ્યોગોને સમૃદ્ધ બજાર પ્રાપ્ત થયું છે. પરંતુ આ પણ પર્યાવરણ માટે અનુકૂળ નથી.
મોટાભાગના નીંદામણ નાશકો સસ્તન વર્ગના પ્રાણીઓ માટે હાનિકારક છે. તેઓ ઓર્ગેનીક્લોરાઇડ જેવા સ્થાયી ન હોવાથી ઓછા મહિનાઓમાં વિઘટન પામે છે અને આહારજાળ પર સંકેન્દ્રિત થાય છે.
કેટલાક નીંદામણ નાશકો માનવમાં જન્મજાત ખામી પેદા કરે છે. મકાઈના ખેતરમાં નીંદામણ નાશકોના છંટકાવથી જંતુઓનો હુમલો અને છોડમાં થતા રોગનું પ્રમાણ હાથથી નીંદામણ દૂર કરવામાં આવનાર ખેતર કરતાં વધુ જોવા મળે છે.
રાસાયણિક પ્રદૂષણમાં કીટનાશકો અને નીંદામણ નાશકો પ્રદૂષણના નાના ભાગનું જ પ્રતિનિધિત્વ કરે છે. વિભિન્ન વસ્તુઓના ઉત્પાદનથી ઔદ્યોગિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાનાર અનેક સંયોજનો એક અથવા બીજા સ્વરૂપે વાતાવરણમાં ભળે છે.